જેતલસર ચોકડી પાસે ખાનગી મીની બસ અને બંધ ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત.
જૂનાગઢથી રાજકોટ તરફ જતી એક ખાનગી મીની બસ ગતરાત્રીે જેતપુર નજીક આવેલા જેતલસર ચોકડી પાસે ગંભીર અકસ્માતનો શિકાર બનતાં બસમાં સવાર 13 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. બંધ પડેલી ટ્રકને પાછળથી બસ જોરદાર ટકરાતા એકાએક કાકોટી મચી ગઈ હતી. સમગ્ર ઘટના એટલી અચાનક બની કે પળવારમાં બસની અંદર બેઠેલા મુસાફરોને કશું સમજાય તે પહેલાં જ…