ભાણવડમાં બેંકની બહારથી 1 લાખની ઉઠાંતરી કરનાર મધ્યપ્રદેશના બે શખ્સો ઝડપાયા: એલ.સી.બી.ની ઝડપી કાર્યવાહીથી રૂપિયા 98,355નો મુદ્દામાલ થયો જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સેન્ટ્રલ બેંકની બહારથી એક નાગરિકની મોટરસાયકલના હેન્ડલમાંથી રૂપિયા 1 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરીને પલાયન થયેલા મધ્યપ્રદેશના બે શખ્સોની ષડયંત્રબદ્ધ ચોરીનો ભાંડો એલ.સી.બી.ની ઝડપદાર કામગીરીથી ફૂટ્યો છે. ભાણવડ નજીક ચાર પાટીયા વિસ્તારમાં નંબર પ્લેટ વિહોણી સાઇન બાઈક પર સવાર બંને શખ્સોને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધા છે. પોલીસે તેમને પાસેથી રૂ.7,355 ની…