મા અંબાના ધામે ધજારોહણ: જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારોનું યાદગાર ક્ષણો સાથેનું સમર્પણ
અંબાજી, ગુજરાતની ધરતી પર શ્રદ્ધા, ભક્તિ અને અખંડ વિશ્વાસનું પ્રતિક બનેલું અંબાજી ધામ વર્ષોથી ભક્તજનો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા સમયે તો સમગ્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ રાજ્યભરના લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે. આ વખતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમ મહામેળો મા અંબાની કૃપાથી અત્યંત સફળ…