અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો મોટો પ્રહાર: દુબઈથી આવેલા શખસ પાસેથી રૂ. ૯૬ લાખનું સોનું ઝડપાયું, અન્ડરવેરમાં સોનાની પેસ્ટ છુપાવી કરી રહ્યો હતો દાણચોરી
અમદાવાદ આંતરરાષ્ટ્રીય સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ફરી એકવાર દાણચોરી સામે કડક કાર્યવાહી કરીને મોટી સફળતા મેળવી છે. દુબઈથી અમદાવાદ આવેલા એક શખસ પાસેથી કુલ અંદાજે ૯૬ લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીએ કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે અતિચલાકીપૂર્વક સોનાને પેસ્ટ સ્વરૂપે ફેરવી તેના અન્ડરવેરમાં છુપાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાને કારણે…