“ખેડૂત હિત માટે રાજ્ય સરકારની ઐતિહાસિક પહેલ : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી નાંદોલ અને વીરા તલાવડી ગામના ખેડૂતોની વચ્ચે — રૂ. 10,000 કરોડના કૃષિ રાહત પેકેજથી ખેડૂતોમાં નવી આશા”
ગુજરાતના ખેડૂત માટે આજે ફરી એક ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. અણધારી આફત અને કમોસમી વરસાદના કારણે નુકશાન ભોગવનારા ખેડૂતોના દુઃખમાં ભાગીદાર બનીને તેમને સધિયારો આપવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. 10,000 કરોડનું વિશાળ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજની જમીનસ્તર પર અમલી પ્રક્રિયા કેવી રીતે આગળ વધી રહી…