ધોરાજી-જુનાગઢ હાઈવે પર ભયાનક બસ અકસ્માત: ૩૩ મુસાફરોમાંથી ૨૦ ઘાયલ, ૪ની સ્થિતિ ગંભીર — થોડા જ દિવસોમાં બીજી મોટીઘટના
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં મોરબીથી બાટવા જતી ખાનગી મુસાફર બસ ધોરાજી-જુનાગઢ હાઈવે પર પલટી મારી હતી. આ દુર્ઘટનામાં કુલ ૩૩ મુસાફરોમાંના આશરે ૨૦ મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે ૪ જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બસ હાઈવેની સાઇડમાં ૩૦…