દુઃખદ વિદાય! લોકસાહિત્યના પ્રેરણાસ્રોત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન — ગુજરાતી લોકસંસ્કૃતિના આ અગ્રદૂત હવે આપણી વચ્ચે નથી રહ્યા
અમદાવાદ/ધંધુકાઃગુજરાતના લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના પ્રખર સંશોધક, વાર્તાકાર અને ગુજરાતી મૌખિક પરંપરાના જીવંત પ્રતિનિધિ એવા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav) હવે આપણી વચ્ચે નથી રહ્યા. ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થતાં સમગ્ર સાહિત્ય, કળા અને સંસ્કૃતિ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.ગુજરાતના લોકસાહિત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનારા આ વિભૂતિના અવસાનથી એક યુગ સમાપ્ત થયો છે….