સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં “એકતા યાત્રા”નું ભવ્ય આયોજન — પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, જિલ્લા કક્ષાએ ઉજવાશે રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ
જામનગર તા. 08 નવેમ્બર :રાષ્ટ્રના લોહપુરુષ, ભારતના લોહના એકતાના શિલ્પી અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રેરણાસ્રોત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન થવાનું છે. આ ભવ્ય આયોજનને લઈ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષસ્થાને આજે જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી…