ટ્રેન બંધ થતા તાલાલા-અમરેલી પંથકના ૪૫ ગામમાં હેરાનગતિ! — ગીરના લોકોને બ્રોડગેજના બહાને પ્રવાસ સુવિધાથી વંચિત કરાયા
અમરેલી જિલ્લામાં લોકોએ લાંબા સમયથી રાહ જોઈ રહેલી બ્રોડગેજ પ્રોજેક્ટની કામગીરી રેલવે તંત્ર દ્વારા ધીમે ધીમે પૂર્ણ થતી હોવા છતાં, તાલાલાથી અમરેલી વચ્ચેની એકમાત્ર ટ્રેન સેવા બંધ રાખવામાં આવતાં સામાન્ય મુસાફરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. તાલાલા, ધારી, સાસણગીર અને વિસાવદર જેવા ગામો સાથે જોડાયેલ આ માર્ગ માત્ર રેલવે સેવા માટે જ નહીં, પરંતુ હજારો લોકોના…