“વંદે માતરમ ૧૫૦”નો ગૌરવોત્સવ – જામનગર કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપ્રેમના સ્વરમાં ગુંજ્યો સમૂહગાન અને સ્વદેશીનો શપથ
આજનો દિવસ જામનગર માટે ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાઓથી ઓતપ્રોત રહ્યો. ભારતના રાષ્ટ્રીય ગીત *“વંદે માતરમ”*ના રચનાકાર બંકિમચંદ્ર ચટર્જી દ્વારા ૧૮૭૫માં લખાયેલા આ અમર ગીતને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરને રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ રીતે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રાજ્યભરના દરેક જિલ્લા મુખ્ય મથક પર સમૂહગાન અને સ્વદેશીનો શપથ…