સુરતના ખટોદરામાં “સુરભી ડેરી”માંથી ૭૫૪ કિલો શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાયો — SOG અને ફૂડ સેફ્ટી ટીમની સંયુક્ત કાર્યવાહીથી ખોરાક સુરક્ષાની ગંભીર લાપરવાહીનો પર્દાફાશ
સુરતઃહીરા અને ટેક્સટાઇલના શહેર તરીકે ઓળખાતા સુરતમાં ખાદ્ય સલામતી સંબંધિત એક ગંભીર કેસ સામે આવ્યો છે. શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી “સુરભી ડેરી” નામની ફૂડ યુનિટમાંથી કુલ ૭૫૪ કિલો શંકાસ્પદ ગુણવત્તાવાળું પનીર ઝડપાયું છે. આ ડેરી પર સુરત SOG (Special Operation Group) અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડેરીમાંથી મેળવાયેલા…