મહેસાણામાં રાધનપુર રોડ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર હરકતમાં: કમિશનર રવિન્દ્ર ખટાલેએ સ્થળ ઉપર કરી તાત્કાલિક કામગીરીની સમીક્ષા
મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાધનપુર રોડ વિસ્તાર, ડીમાર્ટ સર્કલથી લઈને દેદીયાસણ તરફ જતો માર્ગ અને તેના આસપાસના વિસ્તારોએ ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક…