વૈભવી ટાવરની દિવાલો પર કલંકઃ શેલામાં સગીરા પર દુષ્કર્મ, સુરક્ષા માટે મૂકાયેલ જ યુવક બન્યો ભક્ષક
અમદાવાદના શાંતિપૂર્ણ અને ઊજળા ગણાતા શેલા વિસ્તારમાં આવેલા વૈભવી ટાવરમાં માનવતા શરમાય એવી ઘટના સામે આવી છે. ત્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના યુવકે એક 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખાસ તો જે વ્યક્તિ સોસાયટીની સુરક્ષા માટે મુકવામાં આવ્યો હોય એ જ ભક્ષક બની જાય તો પ્રશ્ન ઊભો થાય…