ઓલપાડ તાલુકામાં વધતા દારૂના ગેરકાયદેસર વેપાર અંગે લોકોમાં રોષ, વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠ્યાં પ્રશ્નો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર તથા બુટલેગિંગની પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા સમયથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. દારૂબંધી ધરાવતા રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ફાળફૂલતી જોવા મળતા સ્થાનિક જાગૃત નાગરિકો તથા સમાજના આગેવાનો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં, લોકહિતમાં એક વિગતવાર લેખિત રજૂઆત કરીને ગૃહ વિભાગ તથા સંબંધિત તંત્રને…