૨,૯૨૯ કરોડના SBI લોન છેતરપિંડી કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ CBIની કાર્યવાહી: રિલાયન્સ કોમ્યુનિકેશન્સના કથિત નાણાકીય ગોટાળાનો મોટો પર્દાફાશ
ભારતના સૌથી મોટા જાહેર ક્ષેત્રના બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા દાખલ કરાયેલી ફરિયાદને આધારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક મોટો કેસ નોંધ્યો છે, જેનાથી ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી તથા તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આ કેસ ૨,૯૨૯.૫૦ કરોડ રૂપિયા જેટલી વિશાળ રકમના કથિત…