વિકાસના માર્ગે ભાવનગર: મુખ્યમંત્રીશ્રી સાથે શ્રેણીબદ્ધ ચર્ચાઓ દ્વારા ઔદ્યોગિક વિકાસને નવી દિશા સંપૂર્ણ વિશ્લેષણાત્મક વર્ણન..
આજરોજ ગુજરાત રાજ્યના મૂર્દુ અને મક્કમ નેતૃત્વના ધારક, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની આગેવાનીમાં ભાવનગર મહાનગરના ઔદ્યોગિક અને વિકાસલક્ષી મુદ્દાઓને લઈ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના પ્રમુખશ્રી કુણાલભાઈ કે. શાહ (જેઓને લોકમાં “કુમારભાઈ શાહ” તરીકે ઓળખવામાં આવે છે) તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, જેઓ ગ્રાહક બાબતો, અન્ન,…
 
								 
			 
			 
			 
			 
			 
			