આરોગ્ય જાગૃતિથી સશક્ત યુવા પેઢી — શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ‘યુથ એમ્પાવરમેન્ટ’ સેમિનાર સફળતાપૂર્વક યોજાયો, ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળ્યું પ્રેરક આરોગ્ય માર્ગદર્શન
જામનગર તા. ૦૯ ઓક્ટોબર :શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરમાં આરોગ્ય અને યુવાનોના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખી “યુથ એમ્પાવરમેન્ટ” વિષય પર પ્રેરણાદાયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કોલેજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી વિભાગના ૬૦૦થી વધુ વિદ્યાર્થી તથા ફેકલ્ટી સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આરોગ્ય, શિક્ષણ અને નૈતિક જવાબદારીને જોડતો આ કાર્યક્રમ યુવાનોમાં…