કાલસરીના માલધારીઓનો ફરી આક્રોશ: ગૌવચર જમીન પરના કબ્જા મુદ્દે આત્મવિલોપનાની ચીમકી, સરકારી બાબુઓની બેદરકારી સામે ઉઠ્યાં સવાલો
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસરી ગામના માલધારી સમાજનો ગૌવચર જમીન માટેનો સંઘર્ષ છેલ્લા 17 વર્ષથી ચાલુ છે. વર્ષ 2008થી માલધારીઓ સતત આંદોલન કરી રહ્યા છે કે તેમની પરંપરાગત ચરાગાહ જમીન (ગૌવચર) પરથી ભૂમાફિયાઓએ કરેલા કબ્જા દૂર કરવામાં આવે. પરંતુ સરકારી તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે તંત્રની બેદરકારી અને રાજકીય…