બૉમ્બે હાઈ કોર્ટનો ઝાટકો : હિટ ઍન્ડ રન કેસમાં ઉદાસીન વલણ બદલ મુંબઈ પોલીસને ખખડાવાયા
મુંબઈમાં ૨૦૨૨માં બનેલી એક હિટ ઍન્ડ રન ઘટના ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એક નિર્દોષ ૨૦ વર્ષના યુવકનો જીવ લેનારા ટ્રક ડ્રાઈવર સામેની કાર્યવાહી અને પોલીસની તપાસ અંગે બૉમ્બે હાઈ કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે આ કેસની તપાસમાં પોલીસે જે ઉદાસીનતા દાખવી તે ચોંકાવનારું અને વખોડવાલાયક છે….