પાટણમાં 143મી રથયાત્રાની તૈયારીઓ ભરઉમંગે: નગરપાલિકા દ્વારા માર્ગોની સફાઈ અને માર્ગ સુઘારણા કાર્ય જોરશોરે ચાલુ
અષાઢી બીજ નિમિત્તે પાટણ શહેરમાંથી ભવ્ય અને ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા દર વર્ષે હર્ષ અને ઉમંગ સાથે નીકાળવામાં આવે છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને શિસ્તબદ્ધ આયોજનનું જીવંત ઉદાહરણ છે. ભારતમાં ત્રીજા ક્રમે અને ગુજરાતમાં બીજા ક્રમે સૌથી મોટી ગણાતી પાટણની રથયાત્રા માટે શહેરના તમામ વિભાગો સજ્જ થઈ ગયા છે. જેમ…