જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી માટે તંત્ર ચુસ્ત: ૪.૪૨ લાખ મતદારો ચૂંટણીમાં આપશે મતાધિકાર, ૨૨ જૂને યોજાશે મતદાન અને ૨૫ જૂને થશે મતગણતરી
આગામી તા.૨૨ જૂન, ૨૦૨૫ (રવિવાર)**ના રોજ જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર અને પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા સંયુક્ત રીતે પત્રકાર પરિષદમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને તેની વ્યવસ્થાઓ અંગેની માહિતી આપી હતી. ૧૮૭…