સમૃદ્ધ પંચાયત રાજ અભિયાન : પાલઘરમાં પાલક મંત્રી ગણેશ નાઈકની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની કાર્યશાળા, ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ
પાલઘર જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ પ્રસંગે મુખ્યમંત્રી સમૃદ્ધ પંચાયત રાજ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળાની અધ્યક્ષતા રાજ્ય સરકારના લોકપ્રિય પાલક મંત્રી શ્રી ગણેશ નાઈકે કરી. આ અવસરે મંત્રીશ્રીએ ગ્રામ વિકાસના વિવિધ મુદ્દાઓને સ્પર્શતા ઉલ્લેખ કર્યો કે ગામડાઓનો સાચો સર્વાંગી વિકાસ માત્ર નાણાકીય સશક્તિકરણ, સરકારી યોજનાઓના સુચારૂ અમલ અને સ્થાનિક…