નશાકારક દવાઓ સામે રાજ્યવ્યાપી કડક કસોટી: ગુજરાત પોલીસે ૩૦૦૦થી વધુ મેડિકલ સ્ટોર્સમાં ચલાવ્યું મેગા ચેકિંગ ઓપરેશન
ગાંધીનગર, રાજ્યમાં નશીલા પદાર્થોની વધતી જતી સમસ્યા સામે સરકાર હવે લાલ આંખ થઈ ગઈ છે. ખાસ કરીને કિશોરાવસ્થા અને યુવા પેઢી વચ્ચે નશાકારક દવાઓના દુરુપયોગની ઘટનાઓમાં વધારો થતાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી ગુજરાતમાં આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી “મેડિકલ સ્ટોર્સ મેગા ચેકિંગ ઓપરેશન” શરૂ કરવામાં આવ્યું…