શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી : દીકરીઓને પાઠ્યપુસ્તક, યુનિફોર્મ આપી શિક્ષણ માટે પ્રેરણા અપાઈ
જામનગર, તા. ૩ જુલાઈ – દીકરીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણ દ્વારા સશક્તિની દિશામાં એક સફળ પગલુંરૂપ આજે જામનગરની પ્રસિદ્ધ અને ઈતિહાસભરેલી શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જામનગરની લોકસભા સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિદાયી સંદેશો સાથે એક…