પાંચ કરોડના જમીન વળતરનો મહાઘોટાળો: ચારણ સમઢીયાળા ગામે ભાઈઓએ ખોટી સહીઓ કરી બહેન-બનેવીને કરી છેતરપીંડી, જેતપુર તાલુકા પોલીસમાં નોંધાઈ ચોંકાવનારી FIR – કુટુંબના પ્રેમ પાછળ છુપાયેલો લોભનો ચહેરો બહાર આવ્યો
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામમાં એક એવા કુટુંબ વિવાદે તીવ્ર રૂપ ધારણ કર્યું છે કે જેમાં માત્ર સંપત્તિનો મુદ્દો નથી, પરંતુ વિશ્વાસ અને કુટુંબના સંબંધો પણ તૂટી પડ્યા છે. વારસાઈ હકની જમીનમાંથી બેનનું નામ ખોટી રીતે કમી કરી અને પછી તે જમીન ડેમમાં ડૂબમાં જતા મળેલ કરોડો રૂપિયાના વળતરનો ગેરફાયદો ઉઠાવવાનો એક મોટો છતરપીંડીનો કેસ…