સ્વચ્છતાના નામે ઢોંગ! આમોદ નગરપાલિકાના પદાધિકારીઓએ પ્રમુખની હાજરીમાં કચરો ફેંકીને વાળ્યો, લોકજાગૃતિ અભિયાનની આડમાં લોકવિરોધ ઉભો થયો
ભરૂચ જિલ્લાનાં આમોદ શહેરમાં નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે કરવામાં આવેલી એક કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ કાર્યવાહી એટલી અનોખી હતી કે લોકોએ એને “સ્વચ્છતાના નામે ઢોંગ” કહીને તીવ્ર પ્રતિક્રિયા આપી. ઘટનાક્રમ એવો હતો કે નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં શહેરના એક ચોકમાં જ કચરો ફેંકવામાં આવ્યો અને પછી તેનું સાફસફાઈનું નાટક…