જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા અભિયાનનો પ્રારંભ — જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે આપ્યું માર્ગદર્શન, લોકસહભાગિતાની અપીલ
જામનગર તા. ૩ નવેમ્બર —ભારતના લોકશાહી તંત્રનો આધારસ્તંભ ગણાતી ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા, પારદર્શિતા અને સર્વસમાવેશિતા જાળવી રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવે છે. ૨૦૨૬ના આવનારા લોકશાહી ઉત્સવને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ “મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬” હેઠળ જામનગર જિલ્લામાં તંત્ર દ્વારા વિશાળ સ્તરે કામગીરી શરૂ કરવામાં આવી…