“ધર્મેન્દ્રની ઘર-વાપસી: હિન્દી સિનેમાના હી-મેન મૃત્યુને હરાવી પાછા ફર્યા, ચાહકોમાં આનંદની લહેર”
બોલિવૂડના પીઢ અને સૌના દિલના રાજા ધર્મેન્દ્રની તબિયત અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાહકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ હવે આખરે રાહતના સમાચાર આવ્યા છે — ૮૯ વર્ષીય આ દિગ્ગજ અભિનેતાને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તેઓ પરિવાર સાથે પોતાના ઘરે પરત ફર્યા છે. ચાહકો માટે આ સમાચાર જાણે કોઈ તહેવારથી…