“વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે જામનગરમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ લીધી “ભારત વિકાસ પ્રતિજ્ઞા” — રાષ્ટ્રનિર્માણ માટે મન, વચન અને કર્મથી કાર્યરત રહેવાનો સંકલ્પ
જામનગર, તા. ૭ ઓક્ટોબરઃરાષ્ટ્રપ્રેમ, સંકલ્પ અને વિકાસની ભાવનાને અખંડિત રાખવા માટે આજે જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. “ભારત વિકાસ પ્રતિજ્ઞા”ના સમૂહ પઠન સાથે સમગ્ર જિલ્લા તંત્રે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના રાષ્ટ્રીય વિઝનને હૃદયપૂર્વક સ્વીકાર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના નેતૃત્વ હેઠળ જિલ્લા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને…