અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નો રંગે ચંગે પ્રારંભ : આસ્થા, ભક્તિ અને જનસહભાગિતાનો મીની કુંભ
શક્તિની ઉપાસનાનો મહાપર્વ ગણાતો અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ સોમવારે ગૌરવપૂર્ણ માહોલમાં, શાસ્ત્રોક્ત વિધિ સાથે શરૂ થયો. આ મહામેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ લાખો માઈભક્તોની શ્રદ્ધા, પરંપરા અને સામૂહિક ભાવનાનો અવિસ્મરણીય મેળાવડો છે. આ ભવ્ય શરૂઆત જિલ્લા કલેકટર અને અરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે કરવામાં આવી હતી. “આસ્થા તમારી, વ્યવસ્થા…