માનવતાનું મહાપર્વ : જામનગરમાં કૃષ્ણા મેડિકલ સ્ટોર્સ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન, ૫૧ બોટલ રક્ત સંગ્રહ સાથે માનવ સેવા નો અનોખો ઉપક્રમ
જામનગર શહેરમાં માનવતાને જીવંત કરતી એક અનોખી પહેલ જોવા મળી હતી. શહેરના કૃષ્ણા મેડિકલ સ્ટોર્સના સંચાલક મેરૂભાઈ ચાવડાના સક્રિય માર્ગદર્શન હેઠળ એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના અનેક દાતાઓએ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લઈને માનવસેવાનું ઉદાત્ત દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. આ રક્તદાન શિબિર દરમિયાન કુલ એકાવન (૫૧) બોટલ રક્ત એકત્રિત થયું હતું,…