વિરાર રેલવે સ્ટેશન પર બન્યું ચોંકાવનારું કિસ્સો : માતાએ બાથરૂમ જવાનું કહી ૬ મહિનાના બાળકને છોડી નાસી ગઈ, GRP તપાસમાં તનતોડ પ્રયત્નો
મુંબઈ નજીક આવેલા વિરાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર બનેલી એક હ્રદયદ્રાવક અને ચોંકાવનારી ઘટનાએ મુસાફરોને સ્તબ્ધ કરી દીધા. સોમવાર બપોરે એક અજાણી યુવતીએ બાથરૂમ જવાનું કહીને પોતાના ૬ મહિનાના માસૂમ બાળકને બીજી મહિલાને સોંપ્યો અને ત્યારબાદ ક્યારેય પાછી આવી જ નહીં. આ ઘટના માત્ર મુસાફરોને જ નહીં પરંતુ રેલવે સુરક્ષા દળોને પણ આશ્ચર્યમાં મૂકી…