ધારાવી રીડેવલપમેન્ટનો મહાસંગ્રામ : અદાણી વિરુદ્ધ દુબઈ ગ્રુપ સુપ્રીમ કોર્ટના દ્વાર પર, ૧૨૫ અબજ દિરહામના પ્રોજેક્ટને લઈને આંતરરાષ્ટ્રીય કાનૂની ટક્કર
ભારતના સૌથી મોટા શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટોમાં ગણાતા ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નવો વિવાદ ઊભો થયો છે. મુંબઈના હૃદયસ્થાને આવેલ ધારાવી એશિયાના સૌથી વિશાળ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંનો એક છે, જ્યાં લાખો લોકો નાનકડા મકાનોમાં રહે છે. વર્ષો જૂના આ વિસ્તારને આધુનિક આવાસ અને વ્યવસાયિક જગ્યા તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી…