“સેવા, સંકલ્પ અને રક્તદાનઃ પીએમ મોદી ના ૭૫મા જન્મદિવસે ૭૫ દેશોમાં મેગા રક્તદાન અભિયાન, વર્લ્ડ રેકોર્ડની દિશામાં ભારત”
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિતે આજરોજ દેશ-વિદેશમાં એક ઐતિહાસિક અને માનવતાને સમર્પિત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. “સેવા સપ્તાહ” હેઠળ આયોજિત આ અભિયાન માત્ર એક રાજકીય કે વ્યક્તિગત ઉજવણી નહીં પરંતુ સમાજપ્રત્યેની ફરજ, સેવા ભાવના અને માનવ જીવન બચાવવાના ઉમદા સંદેશને આગળ ધપાવતું વિશાળ આયોજન છે. આ અવસરે ભારત સહિત વિશ્વના ૭૫ દેશોમાં…