પ્રેમ સામે હૃદય બની હેવાન — ભાવનગરના ભીકડા ગામે માતા અને દીકરાએ મળી દીકરીની નિર્મમ હત્યા કરી, પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી દીકરીને મોતને ઘાટ ઉતારતા વિસ્તાર સ્તબ્ધ
ભાવનગર જિલ્લાના શાંત અને સાવજ ગામડાં ગણાતા ઘોઘા તાલુકાના ભીકડા ગામે એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને દરેકના હૃદયમાં કંપારી છૂટી જાય. પ્રેમ જેવી પવિત્ર લાગણીની સામે માનવતાનું અસ્તિત્વ ખોવાઈ ગયું અને પોતાના જ સંતાન માટે માતા-દીકરાએ હેવાનિયતની હદ વટાવી દીધી. ૨૨ વર્ષીય દીકરીના પ્રેમ સંબંધને લઈને માતા અને ભાઈએ મળીને તેની નિર્મમ…