જુના વલ્લભપુર ગામની શાળાની બહાર કાદવ કીચડથી ભયાનક હાલત: વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન, તંત્ર તરફથી તાત્કાલિક પગલાંની અપેક્ષા
પંચમહાલ: શિક્ષણ એ રાષ્ટ્રની એવી નાંસુકી નર્સરી છે જ્યાં ભવિષ્યના નાગરિકો ઘડાય છે. પરંતુ જયાં શિક્ષણ મળે તે સ્થળ પર જ સ્વચ્છતા અને અવરજવરની તકલીફ સર્જાતી હોય, તો શિક્ષણ માટેની મૂળભૂત સ્થિતિઓ પર પણ પ્રશ્નાર્થ ઊભા થાય છે. શેહરા તાલુકાના જુના વલ્લભપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળાની બહાર સર્જાયેલી કાદવ કીચડ અને પાણી ભરાવાની સમસ્યા…