700 કરોડ ટર્નઓવર ધરાવતી મહેસાણા નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂર્વે વિસનગરમાં પરિવર્તન પેનલની જંગી મહાસભા.
‘40 વર્ષના એકચક્રી શાસનનો અંત લાવી બદલાવ લાવવાનો સંકલ્પ’** મહેસાણા / વિસનગર :700 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવર ધરાવતી અને ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં સ્થાન ધરાવતી ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ચૂંટણી પૂર્વે રાજકીય અને સહકારી માહોલ દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં…