જામનગર જીલ્લાના ૧૫૪ જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી 7 ઓગસ્ટ, 2025 સુધી અમલમાં રહેશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો એક અતિ-સંવેદનશીલ…