ગીર સોમનાથમાં નશાબંધી વિભાગની કડક કાર્યવાહી : વેરાવળ ડિવિઝનમાં રૂ. 45 લાખના વિદેશી દારૂનો નાશ, 25 હજારથી વધુ બોટલો બુલડોઝરથી કચડાઈ
ગીર સોમનાથ જિલ્લામાં નશાબંધી વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી હેઠળ બુધવારે એક મોટાપાયે વિદેશી દારૂના નાશની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યના કાયદા મુજબ ગુજરાતમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે, છતાં અનેક જગ્યાએ ગુપ્ત રીતે વિદેશી દારૂની હેરફેર અને વેચાણની ઘટનાઓ સામે આવી રહી છે. આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવવા…