જામનગરના મોટા થાવરિયા ગામમાં પોલીસ અધિકારીઓને ધમકી આપવાની ઘટના: PI અને PSI સામે ગંભીર આરોપો
| |

જામનગરના મોટા થાવરિયા ગામમાં પોલીસ અધિકારીઓને ધમકી આપવાની ઘટના: PI અને PSI સામે ગંભીર આરોપો

જામનગર જિલ્લાના મોટા થાવરિયા ગામમાં જમીન વિવાદના કારણે પોલીસ અધિકારીઓને ધમકી આપવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં, પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.એન. શેખ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એ.આર. પરમારને ત્રણ શખ્સોએ ધમકી આપી અને અભદ્ર વર્તન કર્યું હતું. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જમીન વિવાદના કારણે ઉઠેલા તણાવ મોટા થાવરિયા…

જામનગરની જીજી હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા નાણાંકીય ગેરરીતિનો ભેદ ઉઘાડાયો: 17.20 લાખ રૂપિયાની હેરાફેરી
|

જામનગરની જીજી હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા નાણાંકીય ગેરરીતિનો ભેદ ઉઘાડાયો: 17.20 લાખ રૂપિયાની હેરાફેરી

જામનગરની જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સથી નોકરી કરતા બે કર્મચારીઓ, ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા, પર આર્થિક ગેરરીતિનો આરોપ લાગ્યો છે. તેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં પોતાના અને તેમના સગાસબંધીઓના બેંક ખાતામાં સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે તબીબી અધિક્ષક ડો. ભાવિન કણસાગરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, અને તપાસ શરૂ કરવામાં…

ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ
|

ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે તા. ૩૧મી મેના રોજ ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન વિવિધ છ પ્રકારની એક્ટિવિટીનો…

“ઈમરજન્સી નહીં, ઈમાનદારીનો પણ સંદેશ: ગોધરા bypass અકસ્માતમાં 108 ટીમે પુરાવ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ”
|

“ઈમરજન્સી નહીં, ઈમાનદારીનો પણ સંદેશ: ગોધરા bypass અકસ્માતમાં 108 ટીમે પુરાવ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ”

ઈ.એમ.ટી વિજય બારીયા અને પાયલોટ નરેશ પ્રજાપતિએ અસાધારણ ઈમાનદારી અને ફરજનિષ્ઠાનો પરિચય આપ્યો ગોધરા-દાહોદ બાયપાસ હાઈવે પર બનેલા એક અકસ્માતની ઘટનાઓ માત્ર અકસ્માત પૂરતી મર્યાદિત રહી નથી. આ ઘટનાએ ઈમાનદારી, નૈતિકતા અને માનવતાના એવા ઊંચા ધોરણો સ્થાપિત કર્યા છે કે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહે. દરરોજ આપણા ઈરાદાઓને પડકારતી આંધારી વાતાવરણ વચ્ચે, કેટલાક…

“ધૂળખાતી સ્માર્ટ સ્કૂલ: જામનગર મહાનગરપાલિકાની ઊંઘતી શિક્ષણ નીતિનો પર્દાફાશ”
|

“ધૂળખાતી સ્માર્ટ સ્કૂલ: જામનગર મહાનગરપાલિકાની ઊંઘતી શિક્ષણ નીતિનો પર્દાફાશ”

જમાવટથી વધુ જાહેરાત અને યોજના બની ફાઈલોમાં કેદ, વિદ્યાર્થીઓની આશા અધૂરી જામનગરના શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો દાવો કરતી સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની હાલત આજે ચિંતા જન્માવે તેવી છે. શહેરની મહાનગરપાલિકા હસ્તકની બે શાળાઓને રૂ. 4 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ “સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ”માં પરિવર્તિત કરવાની જાહેરાત આશાસ્પદ હતી, પરંતુ તે ફક્ત જાહેરાત જ રહી…

પાટણ જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” નામની વિશાળમાપની સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ રહી છે
| |

૩૧ મેના રોજ સાંજે ૫ થી રાતે ૮:૩૦ સુધી યૂદ્ધ સમાન પરિસ્થિતિમાં નાગરિક સુરક્ષા માટે મહાપ્રયોગ

પાટણ જિલ્લાને રાષ્ટ્રસુરક્ષા અને નાગરિકોની સલામતી માટે એક અનોખું ગૌરવ પ્રાપ્ત થવાનો અવસર મળ્યો છે. કેન્દ્રીય સરકારના માર્ગદર્શક સૂચનોના આધારે, ૩૧ મે ૨૦૨૫ના રોજ પાટણ જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” નામની વિશાળમાપની સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ રહી છે. સાંજે ૫ વાગ્યાથી રાતે ૮:૩૦ વાગ્યા સુધી યોજાનારી આ અભિયાનમાં યૂદ્ધ જેવી કટોકટી પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા, બચાવ કામગીરી અને…

મુખ્યમંત્રીની મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને ડેલીગેશન સાથે ફળદાયી બેઠક
|

મુખ્યમંત્રીની મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને ડેલીગેશન સાથે ફળદાયી બેઠક

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત સ્વેન ઓસ્ટબર્ગે અને ૧૧ જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ફળદાયી બેઠક ગાંધીનગરમાં યોજી હતી. ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વડાપ્રધાન…