મોસમ બદલાયાં પણ મિજાજ નહીંઃ ઑક્ટોબર હીટથી મુંબઈગરા રેબઝેબ – તાપમાન વધતાં ગરમીનો ત્રાસ, લોકો પરંપરાગત ઉપાયોથી કરી રહ્યાં રાહતનો પ્રયાસ
મુંબઈઃ ચોમાસાની વિદાય બાદ સામાન્ય રીતે ઑક્ટોબર મહિનો આરામદાયક ઠંડકનો આરંભ લાવતો હોય છે, પરંતુ આ વર્ષે એ નજારો જુદો જ છે. હજી તો માંડ વરસાદે વિદાય લીધી છે ત્યાં જ મુંબઈ શહેરમાં ગરમીનું તોફાન ફરી ચડી આવ્યું છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ કોલાબામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને સાંતાક્રુઝમાં 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,…