“સાંતલપુરના ખાડારાજથી હાઈવે બની ગયો જોખમનો રસ્તો: સ્થાનિકો ત્રસ્ત, તંત્ર સામે આક્રોશ”
પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની હદમાં આવેલી સર્વિસ રોડ હાલત જોઈને એવું લાગે છે કે અહીં માર્ગ નથી પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. પુલ નજીક આવેલો સર્વિસ રોડ તો જાણે રોજબરોજ અકસ્માતનું નોત્રણું આપે છે. અહીં પડેલા મસમોટા, ઊંડા અને અણધાર્યા ખાડાઓએ વાહનચાલકો અને દૈનિક મુસાફરોને હાલાકીમાં મૂક્યા છે. ખાસ કરીને સાંતલપુર પુલથી પસાર થતો સર્વિસ રોડ…