TRP ગેમઝોન દુર્ઘટના કેસમાં મોટો વળાંક : રાજકોટના સસ્પેન્ડ TPO મનસુખ સાગઠિયાને ED કેસમાં રેગ્યુલર જામીન, લાંબા સંઘર્ષ બાદ મળી રાહત
રાજકોટ શહેરમાં થયેલી TRP ગેમઝોનની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. આ આગની ઘટના માત્ર જાનહાનિ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ શહેરના શહેરી વિકાસ વિભાગ, મહાનગરપાલિકાની યોજના શાખા, ફાયર વિભાગ અને લાઈસન્સ પ્રક્રિયા સુધીના તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિન્હો ઊભા કર્યા હતા. આ ઘટનાના પગલે અનેક અધિકારીઓ સામે કેસ નોંધાયો હતો, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન…