ગોરાઈના કોલીવાડાનો જીવલેણ પ્રશ્ન – પોઇસર નદી પરનો ૩૦ વર્ષ જૂનો બ્રિજ તોડી પાડવાના નિર્ણય સામે ઉઠ્યો સ્થાનિકોનો બળવો, નવો બ્રિજ બને ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાની માંગ ઉગ્ર બની
મુંબઈના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલો ગોરાઈ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય, સમુદ્રકાંઠો અને પરંપરાગત કોલી સમાજની વસાહત માટે ઓળખાય છે. આ વિસ્તારનો એક મહત્વનો ભાગ એટલે કે પોઇસર નદી પર આવેલો ૩૦ વર્ષ જૂનો બ્રિજ, જે લોઅર કોલીવાડા અને અપર કોલીવાડા વિસ્તારોને જોડે છે. હવે આ બ્રિજને તોડી પાડીને નવો અને મજબૂત પુલ બનાવવાનો નિર્ણય બૃહન્મુંબઈ મ્યુનિસિપલ…