ખંભાળિયા એસ.ટી. ડેપો ખાતે ગણેશ ચતુર્થી પ્રસંગે ૬ નવા વાહનનું લોકાર્પણ: જનહિતને લગતા પ્રશ્નો પર ચર્ચા સાથે એક ભવ્ય કાર્યક્રમ
ગણેશ ચતુર્થીના પાવન અવસર પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા એસ.ટી. ડેપો ખાતે આજે એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખંભાળિયા ડેપોને ૬ નવા આધુનિક વાહનો ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી મુરુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પૂનમબેન માડમના પ્રતિનિધિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જામનગર વિભાગીય નિયામકશ્રી, વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી…