મુંબઈમાં લાઉડસ્પીકર પર અઝાનનો વિવાદ ફરી ચરમસીમાએ: માહિમની મસ્જિદના ટ્રસ્ટી અને મુઅઝીન સામે FIR, પોલીસની કડક કાર્યવાહીથી શહેરમાં ચકચાર
મુંબઈ શહેરમાં ધર્મસ્થળો પર લાઉડસ્પીકર વાપરવા અંગેનો વિવાદ ફરી ગરમાયો છે. મુંબઈના માહિમ વિસ્તારની વાંજેવાડી મસ્જિદમાં લાઉડસ્પીકર મારફતે અઝાન આપવાના કેસમાં પોલીસે બે વ્યક્તિઓ — મસ્જિદના ટ્રસ્ટી શાહનવાઝ ખાન અને મુઅઝીન — સામે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી બૉમ્બે હાઈ કોર્ટના તાજેતરના આદેશોને અનુસરીને કરવામાં આવી છે, જેમાં કોર્ટે ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેતા સ્પષ્ટ કહ્યું…