ધાડપાડુ લૂંટારૂ ટોળકીનો પર્દાફાશઃ જામનગર એલ.સી.બી.ની ચકચારી કામગીરીથી જીવલેણ હથિયારો સાથે ૫ શખ્સો ઝડપાયા”
જામનગર જિલ્લાના કાયદો અને વ્યવસ્થાને પડકારરૂપ બનેલી એક ખતરનાક લૂંટારૂ ટોળકી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ ધમાકેદાર કાર્યવાહી કરતાં સમગ્ર પોલીસ દળનું મોરાલ વધાર્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાઓમાં ચોરી, લૂંટ, ખૂન અને પવનચકકીના કેબલ વાયર ચોરી જેવી ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલી આ ટોળકીને એલ.સી.બી.એ ટેક્નિકલ સેલ તથા માનવીય ગુપ્તચર માહિતીના આધારે ચોકસાઈપૂર્વક પકડી…