બીકેસીમાં પડેલા ખાડાઓએ વધારી ચિંતા : મુસાફરો માટે જોખમ, તંત્ર સામે ઉઠી તાત્કાલિક પગલાં લેવાની માંગ
મુંબઈનું બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) શહેરના સૌથી પ્રીમિયમ અને વ્યસ્ત વિસ્તારોમાંનું એક ગણાય છે. કોર્પોરેટ ઑફિસો, બેન્કો, હાઈ-એન્ડ હોટેલો અને સરકારી કચેરીઓ ધરાવતા આ વિસ્તારમાં રોજિંદા લાખો લોકોની અવરજવર રહે છે. આવું મહત્વ ધરાવતા વિસ્તારમાં જો રસ્તાઓ પર વિશાળ ખાડાઓ પડી જાય તો તે માત્ર મુસાફરોની હાલાકી જ નહીં, પરંતુ ગંભીર અકસ્માતોને આમંત્રણ આપનાર પરિસ્થિતિ…