અહોભાવના આંચળે – સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો ૨૦૦ અંગદાનનો ઐતિહાસિક માઈલસ્ટોન
અમદાવાદ: માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કામગીરી આપતી સિવિલ હોસ્પિટલ, અમદાવાદે આજે એક ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો છે. અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવતી આ હોસ્પિટલમાં અત્યારસુધીના છેલ્લા સાડા ચાર વર્ષમાં ૨૦૦ જેટલાં બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મળ્યું છે. આ દાન માત્ર આંકડા નથી, પણ દરેક દાન પાછળ એક પરિવારનો કરુણાભરી આંસુભીનો નિર્ણય અને બીજું કોઇક…