માધાપર વિસ્તારમાં એસટી બસનો કહેર: એક્ટિવા સવાર યુવાનનું કરૂણ મૃત્યુ, “સલામત સવારી”ના દાવા પર સવાલ
ભુજ, તા. ૩ જુલાઈ ૨૦૨૫ ભુજ તાલુકાના માધાપર ગામે આજે સવારના ભાગે એક દુઃખદ ઘટના ઘટી હતી, જ્યાં એસટી બસના બેફામ વેગે એક યુવાનનો જીવ લઈ લીધો. માધાપર ખાતે રાજપૂત સમાજ વાડીના સામે એક્ટિવા પર જતા યુવાનને એસટી બસે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર વિસ્તારમાં શોક…